શ્રી ચાતુર્વેદી મચ્છુકાંઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમંડળ, વડોદરા દ્વારા ૯ મી ઓગસ્ટ, ૨૦૨૫ ને શનિવારના રોજ ધ ગ્રાન્ડ ગાયત્રી બેન્કવેટ, સુભાનપુરા, વડોદરા ખાતે શ્રાવણી ઉત્સવ અને જ્ઞાતિમંડળની વાર્ષિક સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ સવારે૭-૩૦ વાગ્યે થયો. જ્ઞાતિજનોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઋષિ અને પૂર્વજોને યાદ કરી તેમને તર્પણ કર્યુ હતું. ત્યારબાદ, ભગવાન સૂર્યની સાક્ષીએ નવી યજ્ઞોપવિત ધારણ કરી, જે જ્ઞાતિની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખે છે.
સવારે ૧૧-૦૦ વાગ્યે વાર્ષિક સામાન્ય સભાની શરૂઆત થઈ. કાર્યક્રમનું કુશળતાપૂર્વક સંચાલન શ્રી યોગેશભાઈ પંડયાએ કર્યુ હતું. સભાની પરંપરાગત શરૂઆત દીપ પ્રાઢ્ય, પ્રાર્થના અને મંચસ્થ મહાનુભાવોના પુષ્પગુચ્છથી સ્વાગત દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે સભા પ્રમુખ તરીકે વડીલ શ્રીમતી લત્તાબેન ભટ્ટની વરણી કરવામાં આવી હતી.
♦ મંચ પર ઉપસ્થિત મહાનુભાવોઃ
• શ્રીમતી લતાબેન ભટ્ટ (સભા પ્રમુખ), • શ્રી જગદીશભાઈ ત્રિવેદી (ટ્રસ્ટી મંડળ પ્રતિનિધિ)
• શ્રી રાજનભાઈ ભટ્ટ (કારોબારી પ્રમુખ), • શ્રીમતી પ્રેમિલાબેન દવે (મહિલા મંડળ પ્રમુખ)
• મુરબ્બી વડીલ શ્રી પ્રવિણભાઈ પંડ્યા
દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ, ગત વર્ષમાં અવસાન પામેલા જ્ઞાતિના સભ્યોને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કારોબારી મંત્રી શ્રી ગોપાલભાઈ ભટ્ટે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન આયોજીત વિવિધ કાર્યક્રમોનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કર્યો. ખજાનચી શ્રી દિનેશભાઈ દવેએ આર્થિક અહેવાલ રજૂ કરી સભ્યોને મંડળની નાણાંકીય સ્થિતીથી વાકેફ કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન વિવિધ ક્ષેત્રે સન્માનનો દોર ચાલ્યો હતો. આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવી કારોબારી સમિતિની અને ૨૦૨૫-૩૦ માટે નવા ટ્રસ્ટી મંડળની જાહેરાત અને બહાલી આપવામાં આવી.
વડોદરા જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ વર્ષ ૨૦૨૫-૩૦ :
• શ્રી વિનાયકરાવ પંડયા, પ્રમુખ શ્રી જગદીશભાઈ ત્રિવેદી, સભ્ય શ્રી શૈલેષભાઈ ગોર, સભ્ય
• શ્રી રજનીભાઈ જાની, સભ્ય – શ્રીમતી પ્રેમિલાબેન દવે, સભ્ય
વડોદરા જ્ઞાતિમંડળ કારોબારી સમિતિ વર્ષ ૨૦૨૫-૨૬ :
• શ્રી રાજનભાઈ ભટ્ટ, પ્રમુખ – શ્રી રાકેશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ – શ્રી ગોપાલભાઈ ભટ્ટ, મંત્રી
• શ્રી તરુણભાઈ ભટ્ટ, સહમંત્રી – શ્રી દિનેશભાઈ દવે, ખજાનચી – શ્રી રાજેશભાઈ એલ. દવે, સહ ખજાનચી
• શ્રી રક્ષિતભાઈ ભટ્ટ, સભ્ય – શ્રી પંકજભાઈ દવે, સભ્ય – શ્રી નિશિતભાઈ પંડયા, સભ્ય
• શ્રી યોગેશભાઈ પંડયા, સભ્ય – શ્રી નિલેશભાઈ ત્રિવેદી, સભ્ય – શ્રી મુકેશભાઈ ગોર, સભ્ય
• શ્રીમતી બીનાબેન પંડયા, સભ્ય શ્રીમતી અલ્કાબેન ત્રિવેદી, સભ્ય
વિદાય લેતા જુના ટ્રસ્ટી મંડળના સભ્ય અને મુરબ્બી શ્રી મનસુખભાઈ દવેને શ્રી જગદીશભાઈ ત્રિવેદી દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. શ્રાવણી ૨૦૨૫ નિમિત્તે રૂ. ૨૦,૦૦૦ કે તેથી વધુનું દાન આપનાર જ્ઞાતિ હિતેચ્છુ શ્રી પંકજભાઈ દવે અને બ્રહ્મભોજન માટે સંકલ્પિત શ્રી કલ્પેશભાઈ શેઠનું સન્માન કરવામાં આવ્યું.
જીવનના ૮૦ વર્ષ પૂર્ણ કરનાર વડીલ શ્રીમતી પ્રેમિલાબેન દવેને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં ઉત્તીર્ણ થયેલ કે.જી. થી કોલેજમાં અભ્યાસ કરતા અને કાર્યક્રમમાં હાજર તમામ વિધાર્થીઓને ઈનામ અને રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સભા પ્રમુખ શ્રીમતી લતાબેન ભટ્ટ, ટ્રસ્ટી સભ્ય શ્રી જગદીશભાઈ ત્રિવેદી અને કારોબારી પ્રમુખ શ્રી રાજનભાઈ ભટ્ટે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જ્ઞાતિજનોને મંડળની પ્રવૃતિઓમાં તન, મન અને ધનથી સહયોગ આપવા માટે પ્રોત્સાહિત કર્યા. આભાર વિધિ અને સમાપન કાર્યક્રમના અંતમાં કારોબારી સભ્ય શ્રી તરુણભાઈ ભટ્ટે હાજર રહેલા સર્વે જ્ઞાતિબંધુઓ, મંચસ્થ મહાનુભાવો, દાતાશ્રીઓ અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનેલા તમામ જ્ઞાતિજનોનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો. સામાન્ય સભા પછી, સૌ જ્ઞાતિજનોએ વાતાનુકુલિત બેન્કવેટ હોલમાં સાથે મળીને શ્રાવણી મહાપ્રસાદનો આનંદ માણ્યો અને સહર્ષ વિદાય લીધી. આ કાર્યક્રમ જ્ઞાતિની એકતા અને ઉમંગનો અનોખો પુરાવો બની રહ્યો હતો.