સુરત જ્ઞાતિ મંડળ દ્વારા દર વર્ષે અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવે છે. જે આ વર્ષ પણ તા. ૦૧-૦૬-૨૦૨૫, વિશ્વ બ્રાહ્મણ દિવસ ને રવિવારનાં રોજ “વિશાલા ગાર્ડન રેસ્ટોરન્ટ, કતારગામ ખાતે યોજવામાં આવ્યું હતું. જય માતંગીનાં જયઘોષથી શરૂઆત કરવામાં આવેલ. શ્રી રાજેશભાઈ દવે, શ્રી રાકેશભાઈ દવે, શ્રી હિરેનભાઈ પંડયા તેમજ શ્રી પંકજભાઈ જાની જેવા વિધ્વાન બ્રાહ્મણો દ્વારા માતંગી સ્તુતિ કરી વાતાવરણને પવિત્ર બનાવી દીધુ.
પ્રમુખશ્રી ભાસ્કરભાઈ જોષીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. ટ્રસ્ટીશ્રી ડૉ. મનોજભાઈ ઉપાધ્યાયએ બાળકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ અને બાળકો ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઈનામ વિતરણ કાર્યક્રમમાં શ્રી બિપીનભાઈ એમ. દવે (મોરબી ટાઈલ્સ) દ્વારા રોકડ સહયોગ પ્રાપ્ત થયો હતો. શ્રી તપસ્વીભાઈ દવે તરફથી ફુલસ્કેપ નોટબુક દરેક બાળકોને આપવામાં આવેલ. કાર્યક્રમનાં અંતે સહ મંત્રીશ્રી ભાવેશભાઈ જોષીએ આભાર વિધી કરી હતી.
કાર્યક્રમનાં અંતે રાસગરબા લઈને સૌ ખુબ જ ખુશ થયા હતા. છેલ્લે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડયા હતા.
આભાર….
અશોકભાઈ એચ. જોષી (મંત્રીશ્રી જ્ઞાતિ મંડળ, સુરત)