અમદાવાદ નિવાસી (મૂળ તગડી, તા. ધંધુકા) ભાગવતાચાર્ય શાસ્ત્રી નિરંજનભાઈ ઉપાધ્યાયને શ્રી સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ દ્વારા તાજેતરમાં મોઢ બ્રાહ્મણ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને એમની દીર્ધ સમાજ સેવાની પ્રવૃત્તિને ઉજાગર કરવામાં આવી તે બાબત આપણી જ્ઞાતિ માટે ખૂબ ગૌરવ લેવા જેવી છે. ભાવનગર જ્ઞાતિમંડળ, ‘દેવભર્ગ’ સમિતિ તથા વિદ્યોતેજક મંડળ સદસ્યો પૂ.શાસ્ત્રીજીને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે અને તંદુરસ્ત દીર્ઘાયુષની શુભકામના પાઠવે છે.

