અમરેલી જ્ઞાતિ મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

શ્રી ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2025 રવિવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારંભ, 75 વર્ષ પૂર્ણ કરેલ વડીલોના સન્માન તેમજ વિશિષ્ટ પ્રતિભા સન્માન કાર્યક્રમનું આયોજન બાળા હનુમાનની જગ્યા અમરેલી ખાતે કરેલ. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અલ્પેશભાઈ પંડ્યા, સંજયભાઈ દવે તેમજ આશિષભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ.

એક થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને કીટ બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા. 75 વર્ષ પૂર્ણ કરેલ લતાબેન મહેન્દ્રભાઈ ત્રિવેદી, લાઠી નું સાલ ઓઢાડીને સન્માન દક્ષાબેન તેમજ ઉર્વશીબેન એ કરેલ. આ પ્રસંગે જ્ઞાતિના ગૌરવ એવા ગૌરવભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા પ્રકાશિત વૈદિક ગણિત પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવેલ. આ પ્રસંગે ભાવનગર જ્ઞાતિ મંડળના ડોક્ટર મુકુંદભાઈ પંડ્યા, પ્રોફેસર હર્ષદભાઈ પંડ્યા, પરેશભાઈ પંડ્યા તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહેલ. બોટાદ જિલ્લા વતી શાંતિભાઈ પંડ્યા તેમ જ વિષ્ણુભાઈ ઉપસ્થિત રહેલ.

આ તકે ડોક્ટર ધ્રુવિન નેહલભાઈ પંડ્યા એમબીબીએસ પૂર્ણ કરતા, ચિરંજીવી જાનવી હિતેશભાઈ પંડ્યા બીએસસી કેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મેળવતા, ગૌરવભાઈ ત્રિવેદી વૈદિક ગણિત પ્રકાશિત કરતા, ગૌરવભાઈ દવે પીએચડી ની ડિગ્રી મેળવતા તથા ટ્રસ્ટી સંજયભાઈ પી દવે સેવા નિવૃત્ત થતા તેમનું પણ સન્માન કરવામાં આવેલ.

આ પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ રાજેશભાઈ પંડ્યા સહિતની ટીમે જહમત ઉઠાવી હતી.