નવરાત્રી ઉજવણી – ભાવનગર જ્ઞાતિ મંડળ

જય માં મોઢેશ્વરી..

દર વર્ષની જેમ ભાવનગર જ્ઞાતિ મંડળનાં બહેનોએ નવરાત્રીની રંગે-ચંગે ઉજવણી કરી જેમાં દરરોજ બેઠા ગરબા ગાવાનું આયોજન કરેલ તથા તા. ૨૮-૯-૨૫ નાં રોજ સાંજે ૫-૦૦ કલાકે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી. જેવી કે, નવદુર્ગા વેશભુષા, લઘુનાટીકા, કૃષ્ણ રાસ તથા તમામ બહેનોનો સમુહ રાસ યોજવામાં આવ્યો.  જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે વિજેતાને ઈનામો તથા તમામ ભાગ લેનારને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા. સ્પર્ધાદીઠ વિજેતાઓનાં નામો નીચે મુજબ છે.

નવદુર્ગા વેશભુષા – પ્રથમ : મિસરી આશિષભાઈ પંડયા
દ્વિતીય : પ્રાચી પ્રજ્ઞેશભાઈ પંડયા
તૃતીય : આરાધ્યા ચિરાગભાઈ પંડયા

દેવ-દાનવ વેશભુષા – પ્રથમ : વેદાંત રાકેશભાઈ પંડયા
દ્વિતીય : શ્રેય પ્રશાંતભાઈ જોષી
તૃતીય : ધ્યેય ભાવેશભાઈ દવે

સમુહ રાસ – પ્રથમ : મૈત્રીબેન ભટ્ટ
દ્વિતીય : અસ્મિતાબેન ત્રિવેદી
તૃતીય : ચેતનાબેન વ્યાસ

લઘુનાટીકા તથા કૃષ્ણરાસનાં તમામ સ્પર્ધકોને એક સરખા ઈનામો આપવામાં આવ્યા.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપેલ. નિર્ણાયક તરીકે આમંત્રિત શ્રીમતી જીજ્ઞાબેન દવે તથા શ્રીમતી પ્રેરણાબેન પંડયાએ સેવા આપી. અંતમાં, પ્રમુખશ્રી ડૉ. મુકુન્દભાઈ પંડયા એ સૌને અભિનંદન પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ઉર્વશીબેન પંડયા તથા શ્રીમતી હેતલબેન પંડયાએ કરેલ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે તમામ ટ્રસ્ટીઓ તથા વિદ્યોતેજક મંડળનાં સભ્યોએ જહેમત ઉઠાવેલ. અંતમાં, તમામ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડયા. ભોજનમાં મીઠાઈ શ્રી રાજુભાઈ એચ. પંડયા તરફથી આપવામાં આવેલ.

અહેવાલ પ્રસ્તુતિ : શ્રીમતી ઉર્વશીબેન પંડયા, મહિલા મંડળ, ભાવનગર.