જનસમૂહમાં ભાદરવી અમાસ તરીકે ઓળખતા શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે અમાસના રોજ જ્ઞાતિજનોએ જ્ઞાતિભુવનમાં રૂદ્રીપાઠનો મહામૂલ્ય લાભ મેળવી શ્રાવણમાસને ભાવપૂવર્ક વિદાય આપેલ. ૧૫ જેટલા દંપતી તથા ૧૦ જેટલા સીંગલ જ્ઞાતિજનો જ્ઞાતિભુવન ખાતે સાંજે પાંચ કલાકે સ્વગૃહેથી શીવલીંગ, જળધારી, બીલીપત્ર, કુલ વિગેરે સામગ્રી સાથે હાજર થયેલ. જેમને પૂજાપો જ્ઞાતિભુવનમાં અપાયેલ.
યુવા શાસ્ત્રી પ્રિયાંક જોષી તથા ટીમ દ્વારા વિધિવત્ રૂદ્રીપાઠનું ઉચ્ચારણ કરતાં બે કલાક સુધી શિવભક્તિના ભક્તિમય વાતાવરણમાં સૌ જ્ઞાતિજનો રસતરબોળ થઈ ગયેલા. ભાવનગર જ્ઞાતિમંડળની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કાર્યક્રમને અંતે ભોજન અથવા ફરાળ/નાસ્તો હોય જ તે અનુસાર સૌએ ફરાળી ચેવડો, પેંડા અને કચોરીને ન્યાય આપી સરસ ધર્મલાભ મળ્યો તે બદલ આનંદીત થઈ ઓમ નમઃ શિવાયના જાપનું રટણ કરતાં સ્વગૃહે જવા રવાના થયેલ.