તા. ૨૪-૦૮-૨૦૨૫ ના રોજ ઉપરોક્ત મંડળ દ્વારા આયોજીત વર્ષ ૨૦૨૪-૨૫ ના તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ આપી સન્માનિત કરવાનો અને જે વડીલોના ૭૫ વર્ષ થઈ ગયેલ છે તે વડીલોનો વય વંદના કરવાનો એક કાર્યક્રમ ક્રિના મેમોરીયલ હોલ, બ્રહ્મ સોસાયટી, સુરેન્દ્રનગર ખાતે યોજાઈ ગયો. જેમાં ભાવનગર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળના પ્રમુખ રાજેશભાઈ પંડયા અને મંત્રી કીર્તિભાઈ ત્રિવેદી અને અન્ય કારોબારી સભ્ય પ્રશાંતભાઈ જોશી, ભાવેશભાઈ ભટ્ટ અને આશિષભાઈ પંડયા ઉપસ્થિત રહી જ્ઞાતિ મંડળને ખૂબ પ્રોત્સાહન પુરૂ પાડેલ. વળી મોરબી જ્ઞાતિમંડળ ના ભૂ. પ્રમુખ અને ટ્રસ્ટી સુરેશભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત રહી જ્ઞાતિના કાર્યને ખુબ બિરદાવેલ.
કાર્યક્રમની શરૂઆત ભરતનાટ્યમના માધ્યમથી ગણેશવંદનથી કરવામાં આવી. ત્યારબાદ વડિલ વંદના અને ઈનામ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં વડિલ વંદના શા માટે? એનો સુંદર ચિતાર અમારા સુરેન્દ્રનગરનાં લેખિકા અને કવયિત્રી એવા વાર્તાલેખન સ્પર્ધાનાં પ્રથમ વિજેતા પ્રિયદર્શનાબેન ત્રિવેદીએ આપેલ. શાબ્દિક પ્રવચન પ્રમુખશ્રી બી. સી. જાની સાહેબે આપેલ અને ઈનામ વિતરણ દાતાશ્રી નેહાબેન ત્રિવેદી અને અરૂણાબેન ભટ્ટ ઉપસ્થિત મહેમાનોનાં હાથે કરવામાં આવેલ. જ્ઞાતિનાં તમામ સભ્યોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારેલ. મહાપ્રસાદ લઈ બધા છુટા પડયા.
જ્ઞાતિના વડિલ એવા ડો. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા ૫૦૦૦/- નું અનુદાન આપવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમ માટે દરેક કારોબારી સભ્યોએ ખૂબ મહેનત કરેલ .
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રીશ્રી પંકજભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ.