શ્રાવણ પર્વ જે ભૂદેવોની દિવાળી કહેવાય છે તે પવિત્ર દિવસ તા. ૯-૮-૨૫ ને શનિવારે સવારે આઠ કલાકથી ૨૦ જેટલા ભૂદેવોની હાજરીમાં શાસ્ત્રી શ્રી રૂપેશભાઇએ પૂજાવિધિનો પ્રારંભ કરી દોઢ કલાકના વિરામ બાદ ફરીથી આગળથી વિધિ સંપન્ન કરી સૌને નૂતન યજ્ઞોપરિત ધારણ કરાવેલ.
આ દિવસે અમુક કાર્યકરો વિવિધ કારણોસર બહારગામ હોવાથી ગયા વર્ષની તુલનાએ હાજરી થોડી ઓછી હતી, પરંતુ ભૂદેવોનાં ઉમંગ અને ઉત્સાહમાં જરાપણ કમી આવી ન હતી. આ મુજબ સમૂહમાં આવતા વર્ષે પણ શ્રાવણ પર્વ ઉજવવાનો સંકલ્પ જાહેર કરેલ. જ્ઞાતિજન શ્રી ધર્મેન્દ્રભાઈ ભટ્ટ પરિવાર તરફથી ફરાળી કચોરીના નાસ્તાનો ધર્મલાભ લેવામાં આવેલ.